== ઇચ્છામિ ભંત્તે ! દેવસિયં આલોચેઉં ” તત્થ-
દંસણ – વય – સામાઇય – પોસહ – સચ્ચિત્ત – રાયભત્તે ય ”
બંભારંભ – પરિગ્ગહ – અણુમણ – મુદ્દિટ્ઠ દેસવિરદે ય “”૧””
પંચુંબર – સહિયાઇં સત્ત વિ વસણાઇં જો વિવજ્જેઇ ”
સમ્મત્ત – વિસુદ્ધમઈ સો દંસણ – સાવઓ ભણિયો “”૨””
પધ્યાનુવાદ
દોહા
હે ભગવન્ ! દિન ભર હુયે ; દોષ વિશોધન હેત ”
કરતા આલોચન વિધિ ; શ્રદ્ધા ભક્તિ સમેત “”૧””
દર્શન વ્રત સામાયિક પ્રોષધ ; સચિત્તત્યાગ નિશિભુક્તિ ત્યજી”
બ્રહ્મચર્ય વ આરમ્ભ પરિગ્રહ ; અનુમતિ ઉદ્દિષ્ટત્યાગિ યે દેશવ્રતી””૧””
જો પંચ ઉદુંબર ફલ તજતા ; અરુ સપ્ત વ્યસન કો તજતા હૈ ”
સમ્યક્ત્વ શુદ્ધમતિ વહ શ્રાવક ; દર્શનપ્રતિમાયુત હોતા હૈ “”૨””
અર્થ
અગિયાર પ્રતિમા ના નામ અને લક્ષણ
અગિયાર પ્રતિમાઓ ના નામ – (૧)દર્શન (૨)વ્રત (૩) સામાયિક (૪) પ્રોષધોપવાસ (૫) સચિત્તત્યાગ (૬) રાત્રિભુક્તિત્યાગ અથવા દિવા મૈથુનત્યાગ (૭)બ્રહ્મચર્ય (૮)આરંભ ત્યાગ (૯)પરિગ્રહ ત્યાગ (૧૦)અનુમતિ ત્યાગ (૧૧) ઉદ્દિષ્ટ ત્યાગ
(૧)દર્શન પ્રતિમા – જે સંસાર ; શરીર ; ભોગોં થી વિરક્ત ; શુદ્ધ સમ્યગ્દર્શન નો ધારી ; પાંચપરમેષ્ઠી ના ચરણ કમલોં ની શરણ ગ્રહણ કરવાવાળો અને સાચા માર્ગ પર ચાલવાવાળો છે તે દર્શનપ્રતિમાધારી શ્રાવક કહેવાય છે . તે શ્રાવક પાચૌદુમ્બર અને સપ્ત વ્યસનોં નો તથા રાત્રી માં ચાર પ્રકાર ના આહાર નો ત્યાગી હોય છે . પંચ ય અણુવ્વયાઇં ગુણવ્વયાઇં હવંતિ તહ તિણ્ણિ ” સિક્ખાવયાઇં ચત્તારિ જાણ વિદિયમ્મિ ઠાણમ્મિ “”૩”” પધ્યાનુવાદ અણુવ્રત સુ પાંચ ગુણવ્રત ત્રય અરુ ; શિક્ષાવ્રત ચાર કહે જાતે ” ઇન બારહવ્રત કો વ્રતપ્રતિમા – ધારી શ્રાવક ધારણ કરતે “”૩”” અર્થ- (૨)વ્રત પ્રતિમા – જે શલ્યરહિત થઇને નિરતિચાર પાચ અણુવ્રત ; ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતોં નુ પાલન કરે છે ; તે વ્રત પ્રતિમાધારી કહેવાય છે . આ પ્રતિમા મા સામાયિક બે સમય અને વિધિવત્ દેવ પૂજન આવશ્યક છે . જિણવયણ – ધમ્મ – ચેઇય – પરમેટ્ઠિ – જિણલયાણં ણિચ્ચંપિ ” જં વંદણં તિયાલં કીરઇ સામાઇયં તં ખુ “”૪”” પધ્યાનુવાદ જિનવચન ધર્મ પ્રતિમા જિનગૃહ પરમેષ્ઠી પાઁચ ઇનકો નિત હી ” જો ત્રય કાલિક વન્દન કરતે ઉનકે સામાયિક પ્રતિમા હી “”૪”” અર્થ- (૩) સમાયિક પ્રતિમા – જિનવાણિ ; જિનધર્મ ; જિનબિમ્બ . પંચપરમેષ્ઠિ અને કૃત્રિમ-અકૃત્રિમ જિનાલયોં ની પ્રતિદિન પ્રત: ; મધ્યાન્હ અને સાયંકાલ આ ત્રણ સમયે ઓછા માં ઓછી બે ધડી [અડતાલીસ મિનિટ ] સુધી વિધિપૂર્વક વન્દના કરવી સામાયિક પ્રતિમા કહેવાય છે . ઉત્તમ – મજ્ઝ – જહણ્ણં તિવિહં પોસહ – વિહાણ મુદ્દિટ્ઠં ” સગસતીએ માસમ્મિ ચઉસુ પવ્વેસુ કાયવ્વં “”૫”” પધ્યાનુવાદ- ઉત્તમ મધ્યમ જધન્ય ત્રય વિધ ભાષિત પ્રોષધ નિજશક્તિસે ” પ્રતિ મહિને ચારોં પર્વો મેં કરતે વે પ્રોષધ વ્રત ધરતે “”૫”” અર્થ (૪)પ્રોષધોપવાસ પ્રતિમા – પ્રત્યેક મહિના ની બન્ને અષ્ટમી અને બન્ને ચતુર્ધશી ; એવા ચારો પર્વો માં પોતાની શક્તિ ને ન છિપાવીને ધર્મધ્યાન માં લીન થતા થકા પ્રોષધ ને અથવા ઉપવાસ ને અવશ્ય કરવો પ્રોષધ પ્રતિમાનુ લક્ષણ છે . પ્રોષધ નો અર્થ એક વાર ભોજન કરવુ એવો થાય છે .
ઉત્કૃષ્ટ પ્રોષધ પ્રતિમા માં સપ્તમી અને નવમી તથા ત્રયોદશી અને અમાવસ્યા અથવા પૂર્ણિમા ના દિવસે એક વાર શુદ્ધ ભોજન અને અષ્ટમી અને ચતુર્દશી ના દિવસે ઉપવાસ હોય છે . જધન્ય માં અષ્ટમી અને ચતુર્દશી ને દિવસે એક વાર ભોજન હોય છે મધ્યમ ના અનેક ભેદ થઇ જાય છે . જં વજ્જિજદિ હરિદં તય – પત્ત – પવાલ – કંદ – ફલ – બીંયં ” અપ્પાસુગં ચ સલિલં સચ્ચિત્તં – ણિવ્વત્તિમં ઠાણં “”૬”” પધ્યાનુવાદ જો હરિત્ત છાલ પત્તે કોંપલ ફલ કંદ બીજ કો હૈં તજતે ” પ્રાસુક કર હરિત્ત વ જલ લેતે વે સચિત્ત ત્યાગ પ્રતિમા ધરતે “”૬”” અર્થ (૫) સચિત્તત્યાગ પ્રતિમા – કાચા ફ્ળ – ફૂલ ; બીજ ; પત્તા વગેરે ખાવા નહિ તેને છિન્ન – ભિન્ન કરીને ; મીઠુ [લવણ ] વગેરે મિલાવિને અથવા ગરમ વગેરે કરીને પ્રાસુક બનાવીને ખાવવા ; પાણી પણ પ્રાસુક કરીને પીવુ સચિત્તત્યાગ પ્રતિમા કહેવાય છે . મણ – વયણ – કાય – કદકારિદાણુમોદેહિં મેહુણં ણવધા ” દિવસમ્મિ જો વિવજ્જદિ ણુણમ્મિ સો સાવઓ છટ્ઠો “”૭”” પદ્યાનુવાદ મન વચન કાય કૃત કારિત અનુમતિ નવવિધ સે જો મૈથુન કો ” દિન મેં તજતે વે ભવ્ય દિવા – મૈથુન વિરતી પ્રતિમાધર હોં “”૭”” અર્થ (૬)દિવા મૈથુન ત્યાગ પ્રતિમા – જે શ્રાવક દિવસ માં મૈથુન નો ત્યાગ કરે છે તે દિવા મૈથુનત્યાગ પ્રતિમાધારી શ્રાવક કહેવાય છે અથ્વા રત્નકરંડ શ્રાવકાચાર માં આ પ્રતિમા નુ નામ રાત્રિભુક્તિત્યાગ પ્રતિમા કહેલ છે તેનો અર્થ એછે કે મન ; વચન ; કાય અને કૃત ;કારિત ; અનુમોદના આ નવ પ્રકાર થી જે શ્રાવક રાત્રિભોજન નો ત્યાગ કરે છે તેને રાત્રિભુક્તિત્યાગ પ્રતિમા કહે છે . [ જોકે પ્રથમ પ્રતિમા માં જ રાત્રિ માં ચાર પ્રકાર ના આહાર નો ત્યાગ થઇ જાય છે ; છતાં પણ પુત્ર – પ્રોત્રાદિ કુટુમ્બીજન અથવા અન્ય લોકોં ના નિમિત્ત થી કારિત અને અનુમોદના સંબંધી જે દોષ લાગતો હતો ; તેનો અહીંયા ત્યાગ થઇ જાય છે . પુવ્વુત્ત – ણવવિહાણં ણિ (વિ) મેહુણં સવ્વદા વિવજ્જંતો ” ઇત્થિકહાદિ – ણિવિત્તી સત્તમ – ગુણબંભચારી સો “”૮”” પધ્યાનુવાદ ઇન નવવિધ ભી મૈથુન કો જો ; તજકર બ્રહ્મચર્ય પૂર્ણ ધરતે ” સ્ત્રી વિકથાદિ રહિત હોકર ; વે સપ્તમ પ્રતિમાધારી બનતે “”૮”” અર્થ (૭)બ્રહ્મચર્ય પ્રતિમા – જે પૂર્વોક્ત નવ પ્રકાર થી મૈથુન નો સર્વથા ત્યાગ કરતો થકો સ્ત્રી કથા આદિ થી પણ નિર્વૃત થઇ જાય છે તે સાતમીપ્રતિમારુપ ગુણ નો ધારિ બ્રહ્મચારિ શ્રાવક છે .[કોઇ આ પ્રતિમા માં ધર ત્યાગ કરીને સાધુ – સંધો માં અથવા મંદિર ધર્મશાલા માં રહે છે ; તે ગૃહવિરત બ્રહ્મચારી કહેવાય છે . પછી તેને ધર નુ સૂતક – પાતક લાગતુ નથી ] . જં કિં પિ ગિહારંભં બહુ થોવં વા સયા વિવજ્જેદિ ” આરંભ – ણિવિત્તમદી સો અટ્ઠમ – સવઓ ભણિઓ “”૯”” પધ્યાનુવાદ જો અલ્પ બહુત યા કુછ ભી ગૃહ ; આરમ્ભ સદા હૈ તજ દેતે ” આરંભ ત્યાગ અષ્ટમ પ્રતિમાધારી વેહી શ્રાવક હોતે “”૯”” અર્થ (૮)આરંભ ત્યાગપ્રતિમા – હિંસા ના કારણ નોકરી ; ખેતી ; વ્યાપાર આદિ ગૃહકાર્યસંબંધી ભધા પ્રકાર ની ક્રિયાઓં નો ત્યાગ કરવાવાળો શ્રાવક આરંભત્યાગ પ્રતિમાધારી કહેવાય છે . આ પ્રતિમા માં દાન ; પૂજન આદિ ધર્મ કાર્ય સંબંધી આરંભ કાર્ય કરી શકે છે . ધર માં રહીને પણ ધર્મ સાધન કરી શકે છે ; ધર છોડીને પણ કરી શકે છે . મોત્તૂણ વત્થમિત્તં પરિગ્ગહં જો વિવજ્જદે સેસં ” તથ વિ મુચ્છં ણ કરદિ વિયાણ સો સાવઓ નવમો “”૧૦”” પધ્યાનુવાદ જો વસ્ત્રમાત્ર પરિગ્રહ રખકર અવશેષ પરિગ્રહ તજતે હૈં ” જો હૈ ઉસમેં નહિં મમત કરેં ; વે નવમી પ્રતિમા ધરતે હૈ “”૧૦”” અર્થં (૯)પરિગ્રહ ત્યાગ પ્રતિમા – જે વસ્ત્ર માત્ર પરિગ્રહ ને રાખીને શેષ બધા પરિગ્રહ નિ છોડી દે છે અને સ્વીકૃત વસ્ત્રમાત્ર પરિગ્રહ માં પણ મૂર્ચ્છા કરતો નથી તેને પરિગ્રહત્યાગ પ્રતિમાધારી નવમો શ્રાવક જાણવો જોઇએ . પુટ્ઠો વા પુટ્ઠો વા ણિયગેહિં પરેહિં સગ્ગિહ – કજ્જે ” અણુ – મણણં જો ણ કુણદિ વિયાણ સો સાવઓ દસમો “”૧૧”” પધ્યાનુવાદ જો સ્વપર જનોં દ્ધારા પૂછે યા નહિં પૂછે ગૃહ કાર્યોં મેં ” અનુમતિ નહિં દેતે વે અનુમતિત્યાગી પ્રતિમાધારિ શ્રત મેં “”૧૧”” અર્થ (૧૦)અનુમતિત્યાગ પ્રતિમા – સ્વજનોં થી અને પરજનોં થી પૂછેલ અથવા નહીં પૂછેલ જે શ્રાવક પોતાના ગૃહ સંબંધી કાર્ય માં અનુમોદના કરતો નથી તેને અનુમતિત્યાગ પ્રતિમાધારી દસમો શ્રાવક જાણવો જોઇએ . ણવકોડીસુ વિસુદ્ધં ભિક્ખા – યરણેણ ભુંજદે ભુંજં ” જાયણ – રહિયં જોગ્ગં એયારસ સાવયો સો દુ “”૧૧”” એયારસમ્મિ ઠાણે ઉક્કિટ્ઠો સાવયો હવે દુવિહો ” વત્થેયધરો પઢમો કોવ્વીણપરિગ્ગહો વિદિઓ “”૧૨”” પધ્યાનુવાદ નવકોટિશુદ્ધ યાચના રહિત આહાર યોગ્ય પરધર મેં જો ” ભિક્ષાવૃતિ સે ગ્રહણ કરેંં ગ્યારહવીં પ્રતિમાધારી વો “”૧૧”” ઉદ્દિષ્ટત્યાગપ્રતિમાધારી ઉત્તમ શ્રાવક દો વિધ જાનો ” કૌપીન દુપટ્ટાધર ક્ષુલ્લક કૌપીનમાત્ર એલક માનો “”૧૨”” અર્થ (૧૧)ઉદ્દિષ્ટત્યાગપ્રતિમા – જે પોતાના ધર ને છોડીને મુનિયોં ના સંધ માં જઇને ગુરુ ના પાસે દીક્ષા લઇને તપશ્ચરણ કરે છે અને નવકોટિ વિશુદ્ધ ભિક્ષાવૃતિ થી આહાર ગ્રહણ કરે છે ; નિમંત્રણ થી ભોજન કરતો નથી ; ખંડ વસ્ત્ર ધારણ કરે છે ; તે ઉદ્દિષ્ટ ત્યાગી પ્રતિમાધારી કહેવાય છે .
આ અગિયાર મી પ્રતિમા ના બે ભેદ છે – ક્ષુલ્લક અને એલક . ક્ષુલ્લક એક લંગોતી અને ખંડ વસ્ત્ર ( ચાદર )ં રાખે છે . મસ્તક અને દાઢી મૂછ ના વાળોં ને કાતર થી અથવા અસ્ત્રા થી કપાવી લે છે અથવા કેશલોંચ પણ કરી લે છેં . પિચ્છી ઉપકરણ થી સ્થાન આદિ નુ પ્રતિલેખન કરે છે ; એકવાર બેસીને થાળી આદિ માં ભોજન કરે છે . ભિક્ષાવૃત્તિ થી ભોજન કરે છે અથવા ગુરુઓં ના આહારાર્થ નિકળી જવા પર તેમના પાછળ – પાછળ આહાર ના માટે ચાલ્યો જાય છે . એલક એક લંગોટી માત્ર રાખે છે . નિયમ થી કેશલોંચ કરે છે અને કરપાત્ર માં આહાર લે છે . એટલુ જ બન્ને માં અંતર છે .””૧૧-૧૨ “” તવ – વય – ણિયમા – વાસય -લોચં કારેદિ પિચ્છ ગિણ્હેદિ ” અણુવેહા – ધમ્મઝાણં કરપત્તે એયઠાણમ્મિ “”૧૩”” ા તપ વ્રત નિયમાવશ્યક વ લોચ કરતે એલક પિચ્છિ ધરતે ” કરપાત્રાહારી એક બાર અનુપ્રેક્ષા ધર્મધ્યાન કરતે “”૧૩” ઇત્થ મે જો કોઇ દેવસિઓ અઇચારો અણાચારો તસ્સ ભન્તે !પડિક્કમામિ પડિક્કમત્તસ્સ મે સમ્મત્તમરણ સમાહિમરણ પડીયમરણવીરિયમરણ દુક્ખક્ખઓ કમ્મક્ખઓ બોહિલાહો સુગૈગમણ સમાહિમરણ જિણગુણસપત્તિ હોઉ મજ઼઼્જમ .ઇતિ શ્રીગૌતમ્ગણધરવાણ્યા ચતુર્થોધ્યાય: “”૪””